Gujarati Quote in Good Evening by Harshad Patel Pij

Good Evening quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ચીન..કોરોના વાયરસનુ જન્મ સ્થાન છે બે મહિનાથી બંધ પડેલા તેના શહેરો ફરી પાછા રાબેતા મુજબના ખુલી ગયા છે,
હજી પણ તે દેશમાં અમુક જગ્યાએ કોરોના વાયરસના કેસો નવા ઉભરાતા જ હોયછે ને સાથે સાથે મરણનો આંકડો પણ સામાન્ય જ રહેતો હોયછે આમ છતાંય તેની સરકારે ચીનમાં થયેલ લોકડાઉનની પરિસ્થિતિ ને હવે ઉઠાવી લીધી છે
બજારો હવે રાબેતા મુજબ ખુલવા લાગ્યા છે દરેક ધંધાઓ રાબેતા મુજબ ચાલુ થઇ રહ્યા છે તેમાં ખાસ કરીને મટન ચીકન બજાર પણ ધુમ સ્ટાઇલે ચાલી રહ્યા છે! ખરીદદારો પહેલાની જેમ તેનો ખોરાકમાં વપરાશના કરવા માટે હવે ખરીદી કરી રહ્યા છે!
ચીકન, ઉંદર, ચામાચીડીયા, સાપ, મગર, દરેક પશું પક્ષી જીવતા કે મરેલા તેનું વેચાણ ચાલું થઈ ગયું છે.
તેમજ બંધ પડેલો બસ ટ્રેન વ્યવહાર પણ હવે રાબેતા મુજબ થઈ જશે
શાળા કોલેજો પણ નજીકના સમયમાં ખુલી જશે!
કેવી અજબની આ વાતછે જે દેશમાંથી કોરોનાનો જન્મ થયો ને તેથી ત્યાં ઘણો માનવ સંહાર પણ થયો ને ત્યાંથી જ આજ પુરી દુનિયાના દેશોમાં ફેલાયો તે ચીનને હવે આની ચિંતા બિલકુલ નથી પણ તેને તો હવે તેના અર્થતંત્રની પડેલી છે ચીન કહેછે કે હવે અહિ પરિસ્થિતિ બદલાતી જોવા મળે છે જે પહેલા હતી તેવી પરિસ્થિતિ આજ છે નહી માટે હવે અમે ચીનમાં વધું લોકડાઉન કરી શકીએ નહી! ચીનમાં કોરોના વાયરસથી કુલ સાડા ત્રણ હજારથી ઉપર લોકો આ વાયરસથી મરી ચુક્યા છે ને કેટલાય લોકો આ વાયરસના શિકાર પણ બની ગયા હતા, તો તેઓનું શું થયું! તે ગમે તે, પણ હવે તે કોઇ પણ ભોગે દેશના અર્થતંત્રને નીચે પાડવા માંગતા નથી!
હાલ દિવસે ને દિવસે દુનીયાના ઘણા દેશો પોતાના દેશમાં લોકડાઉન કરવાનું વિચારી રહ્યા છે ને ઘણા દેશ આજ પણ લોકડાઉનની પરિસ્થિતિમાં છે ને ઘણા દેશમાં તો પ્રજા ઘરમાં રહીને ભુખે મરી રહી છે ત્યારે હવે આ ચીન પહેલાની જેમ ચીકન..મટન..ઉંદર..ચામાચીડીયા..મગર..સાપની મિજબાની કરશે!
દુનિયાની યૈસી તૈસી!!!
આ એક સમાચાર છે 👈

Gujarati Good Evening by Harshad Patel Pij : 111380995
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now