આજ મને સૈથી વધું દયા જો આવતી હોય તો તે એવા લોકો ઉપર કે જેઓ તમાકું ખાવાના ને સીગારેટ પીવાની ટેવ ધરાવતા હોયછે!
કોઇ માવા બનાવીને ખાવામાં ઉપયોગ કરતા હોયછે તો કોઇ બીડી સિગારેટ કે ચલમમાં ભરીને હુકાની જેમ ઉપયોગ કરતા હોયછે તો કોઇ હાથમાં મચડીને મોઢામાં નીચલા હોઠની પાછળ સંતાડતા હોયછે.
દયા એટલા માટે જ થાયછે કારણકે એ લોકો ખાયછે કે પીવેછે તેના માટે નહી! પરંતુ આવા લોકડાઉનની હાલતમાં દરેક પાનના ગલ્લા બંધ હોયછે તો તે કેવી રીતે ખાધા કે પીધા વગર સમય કાઢી શકતા હશે!
ટેવ એટલે ટેવ એ, આમ તો ખરાબ જ કહેવાય પણ તેને છોડવા માટે પણ ઘણો સમય લાગતો હોયછે...
એના માટે હજી સુધી કોઇ દવા કે ગોળી બજારમાં નથી કે તે ખાધા પછી ટેવ તુરંત છુટી જાય!
હમણાં ટીક ટૉક ઉપર એક વિડીયો જોદાર ચાલી રહ્યો છે એ એવો છે કે એક ભાઇ પોતાના મકાનના દરવાજાની બહાર આવીને ઉભા ઉભા આવતા જતા એકલ દોકલ માણસોને હાથથી ઇશારો કરેછે કે ઓ ભાઇ મિરાજ છે! ઓ ભાઇ બીડી છે...!
વિડીયો ભલે કોઇએ લોકોની મજાક માટે બનાવ્યો હોય પણ આવા વ્યસનીઓ માટે તો એ વિડીયો એક હકીકત સમાન લાગેછે.
છતાંય જે ખાવાના છે તેતો ગમે ત્યાથી શોધી કાઢીને પણ ખાવાના છે
તમને ખબર છે બ્લેકમાં મળતી આવી ચીજોનો શો ભાવછે!
10 રુપીયાની મિરાજના=50 રુપીયા
15 રુપીયાના મસાલાના=100 રુપીયા
હવે દારૂનો શો ભાવ છે તે તો મને ખબર નથી પણ કદાચ તેનો ભાવ દશ ગણો વધારે તો હશે જ.
નોંધ= આ ટેવોવાળાઓમાં મારો પણ નંબર તમે નોંધી લો 😋
મારી વિગત એક સાચા દિલથી..
સિગારેટ કે બીડી=No
મસાલો=yes 24 hours × only 1
મિરાજ= દરરોજ =1 pkt
क्या करे, आदत से हम भी मजबूर हैं ।