આજકાલ કોરોના વાઇરસને લીધે માસ્કનો ઉપયોગ વધુ થવા લાગ્યો છે કારણકે કોરોના વાઇરસથી બચવા માટે સૈથી સસ્તુ ને સલામત ચીજ હોય તો તે છે માસ્ક.
ને હવે તો લોકો ઘરમાં પણ બનાવીને olx જેવી એપ ઉપર વેચવા બેઠાછે કારણકે લોકડાઉનમાં વેચવા માટે બહાર તો જવાય નહી!
હમણાં બપોરે હું જમીને ખુરશીમાં બેઠો હતો તો સામાન્ય રીતે કંઇક નવુ જોવા olx એપ ખોલી
તો અંદર જોયુ તો ઘણા લોકોએ પોતાના માસ્ક વેચવા તેના સેમ્પલ પણ અંદર મુક્યાછે ઘણાએ હોલસેલના ભાવે તો ઘણાએ છુટકના ભાવે આમેય મારી પાસે કોઇ માસ્ક છે નહી ને હમણાં બહાર પણ નીકળી શકાતુ નથી તો આ olx ઉપર એક બહેને પોતાના માસ્ક વેચવા મુક્યા હતા તો મને થયું કે લાવને થોડોક ભાવતાલ પણ પુછી દઉ! તો પછી વાત કરી તો તેમને એકના પચ્ચીસ રુપીયા મુકયાછે
પછી મે તેમની સાથે ઓન લાઇન વાત કરવાનું શરુ કર્યુ
મે પુછ્યુ ભાવમાં કંઇક ઓછા થશે! તો તેમને કહ્યુ કે અમે આજ ભાવે લાવ્યા છે આતો અમારાથી બે નંગ વધુ લેવાઇ ગયાછે તેથી વેચવા છે
તમારે જોઇતા હોય તો લઇ લો મટીરીયલ્સ સારુ ને ટકાઉ પણછે તો મે પછી તેમને પુછ્યુ કે તમે કયાં રહો છો તે જણાવો તો તે બહેને તો શહેર સાથે પોતાનુ આખુ સરનામુ પણ લખી મોકલી દીધુ હું વિચારમાં પડયો કે કયાં મારુ આણંદ ને કયાં તેમનું અમદાવાદ! પછી મે કહ્યુ કે નહી મેળ પડે, તો તે કહે કેમ શાનો નહી મેળ પડે!
મે કહ્યુ કે રોડ ઉપર પોલીસની અવર જવર છે મારાથી ઘરની બહાર નહી નીકળાય તો તે કહે કે રહેવા દો બહાણા ના બનાવો આવવું હોય તો કોઇપણ ટાઇમે આવી શકાયછે
મને લાગ્યુ કે કેસમાં કંઇક ગરબડછે..એટલે મે મારો મોબાઈલ તરત બંધ કરી દીધો ને
પછી હું જાતે જ ઘેર મારા હાથેથી બનાવવા બેસી ગયો..
મટીરીયલ્સ તો તૈયાર જ હતું તો વાર શેની!
કલાકમાં તો મે તૈયાર પણ કરી દીધું પણ કેટલું ટકશે તે એક સવાલ છે!
ભલે કોરોના જતો રહેશે છતાંય પણ મારુ માસ્ક બીજીવાર પણ કદાચ જરુર ચાલશે!
Corona =2 !!!
નોંધ= બજારમાં મળતા માસ્ક યુઝ એન્ડ થ્રો હોયછે માટે તમારે વારંવાર નવા લેવા પડશે તેથી તમે ઘેર બેસીને બે સારા માસ્ક બનાવી શકોછો જે દરરોજ ઉપયોગમાં લઈ શકાય.