હે માનવી તેં ના કર્યું
કુદરતનું જ્યારે મૂલ્ય,
ઈશ્વરે તને સમજાવી દીધું
તારા જીવનનું મૂલ્ય.
મળ્યો છે આ લોકડાઉનનો
સમય તને અમૂલ્ય ,
વિચારવા સમજવા અને
ચૂકવવા તારા ઋણનું મૂલ.
કર્યું છે જે સંબધ અને કુદરતનું
હમેંશા તેં અવમૂલ્યન
મળ્યો છે મોકો કિંમતી
મૂલવી દે બધા જ મૂલ.
#મૂલ્ય