Good Luck Spider and Spider Superstitions
જો ઘરમાં આવો કરોળિયો દેખાય તો સમજો ચમકી ગઈ તમારી કિસ્મત
ઘરમાં કરોળિયાંનો જાળ હોવું સામાન્ય વાત છે. એવી માન્યતા છે કે ઘરમાં કરોળિયાંનો જાળો હોવું સારી વાત નથી હોતી. તેનું કારણ એ હોય શકે કે આ તમારા ઘરની શોભાને બગાડી દે છે. જ્યારે કેટલીક એવી જગ્યાઓ પર એવી માન્યતા છે કે કરોળિયાંનો જાળો અને કરોળિયાંનું દેખાવું પણ શુભ અને અશુભ શુકનના સંકેત આપે છે. તો ચાલો જાણીએ ક્યારે અને કેવા કરોળિયાંનું દેખાવું તમારા માટે શુભ અને અશુભ શુકન થાય છે.
સવારે ઉઠતાં જ જો કરોળિયો ઉપર ચડતા દેખાય તો તેનો અર્થ છે કે તમે જલ્દી જ ઊંચાઈની તરફ આગળ વધવાના છો. સપનામાં પણ જો કરોળિયો ઉપર ચડતો દેખાય તો એ સારું શુકન હોય છે.
- કરોળિયાંના જાળામાં તમને તમારા હસ્તાક્ષર અથવા નામની આકૃતિ દેખાય જાય તો આ શુભ સંકેત માનવામાં આવે છે. એવી માન્યતા છે કે તેનાથી આવનારા દિવસોમાં કોઈ મોટો લાભ અથવા સારી ખબર મળવાની છે.
કરોળિયાંને જો તમે જાળો બનાવતા જુઓ તો એ સંકેત છે કે જલ્દી જ સફળતા મળશે. કાર્યક્ષેત્રમાં તમારી સ્થિતિ ઉત્તમ થશે, પ્રશંસા પ્રાપ્ત કરી શકશો. કરોળિયો જો સપનામાં પણ જાળ બનાવતા દેખાઈ જાય તો શુભ ફળદાયક હોય છે, પરંતુ આ પણ સંકેત સમજવો જોઈએ કે કોઈ તમને પરેશાન કરવા માટે જાળ બનાવવાના પ્રયાસ કરી રહ્યું છે.
- કરોળિયાનું કરડવું ઝેરી માનવામાં આવે છે. જો સપનામાં પણ કરોળિયો કરડતા દેખાય તો આ પણ સારું નથી માનવામાં આવતું. એવું માનવામાં આવે છે કે તેનાથી કોઈ અંગત વ્યક્તિ સાથે સંબંધો ખરાબ થવાના છે.
- જો તમને ઘણા બધા કરોળિયાં એક સાથે દેખાય તો એવું માનવામાં આવે છે કે તમારા જીવનમાં એક સાથે કેટલીય મુશ્કેલીઓ આવવાની છે. તમને આવા સમયમાં તમારા વિરોધીઓ તરફથી સાવચેત રહેવું જોઈએ કારણ કે આ સંકેત છે કે કોઈ તમારા વિરુદ્ધ ષડ્યંત્ર કરી રહ્યું છે.
જો તમારા કપડાંમાં કરોળિયો ચડી જાય તો આ સારું શુકન માનવામાં આવે છે. એવી માન્યતા છે કે તેનાથી તમને નવા કપડાંની પ્રાપ્તિ થાય છે.
- જો સપનામાં એવું જુઓ કે કરોળિયો નીચેની તરફ ઉતરી રહ્યો છે તો આ સારા શુકન નથી માનવામાં આવતા. એવી માન્યતા છે કે આ કોઈ પ્રિય વ્યક્તિ સાથે તમારા વિયોગનો સંકેત છે.
- જો તમે સપનામાં સ્વયંને કરોળિયાંના જાળામાં ગૂંચવાય ગયેલા જુઓ તો આ સારા સંકેત નથી. એવું માનવામાં આવે છે કે આ તમારી પરેશાની વધારવાના સંકેત છે. તમે રોગ અથવા કોઈ મોટી પરેશાનીમાં ગૂંચવાય જવાના છો. તમારી પ્રગતિ તથા કાર્યમાં વિઘ્નો આવવાની શક્યતા રહે છે.