જો માં બનવું સહેલું હોત તો,
તો આજ અનાથ આશ્રમ જોવા મળતા ના હોત.
જો વાંચી-વાંચી ને ટોપર બની જવાતું હોત તો આજ કોઈ નાપાસ ના હોત
આ તો મહેનત ની વાત છે....
જો આજ બધા ને સાચો પ્રેમ થઈ જતો હોત તો... કદાચ
બ્રેક-અપ શબ્દ ની શોધ ના થઈ હોત.
પણ આ તો એક-બીજા ની લાગણી ની વાત છે.
જો આજ લોકો સહાનુભૂતિ શીખી ગયા હોત તો.... કદાચ.
સબંધો સચવાયેલા હોત..
પણ આ તો માણસ-માણસ ની વાત છે.
જો આજ માનવી એક-બીજા ની વાત સમજતો થઈ ગયો હોત તો... કદાચ
આજ માણસ માં માણસાઈ જોવા મળતી હોત.
#સાહિલ ✍️