"આ ગૃહિણીઓ પણ થોડી પાગલ હોય છે"
ધ્યાનથી આકાર આપીને
રોટલીઓ ગોળ બનાવે છે
પણ પોતાના શરીર ને
આકાર આપવાનું ભૂલી જાય છે.
આ ગૃહિણીઓ પણ
થોડી પાગલ હોય છે.
પૂરો સમય આપીને ઘરનો
દરેક ખૂણો ચમકાવે છે
બસ વિખરાયેલી લટો ને
સુલજવાનો સમય નથી
આપી શકતી
આ ગૃહિણીઓ પણ
થોડી પાગલ હોય છે.
કોઈ બીમાર પડે તો
આખું ઘર માથે લઇ લે
પોતાનું દર્દ વણજોયું કરી
બધી તકલીફો ટાળી દે છે
આ ગૃહિણીઓ પણ
થોડી પાગલ હોય છે.
લોહી પાણી એક કરી
બધાના સપનાઓ સજાવે છે
પોતાની અધૂરી ઈચ્છાઓને
દિલમાં જ દફન કરી દે છે.
આ ગૃહિણીઓ પણ
થોડી પાગલ હોય છે.
બધાની બલાઓ લે છે
બધાની નઝર ઉતારે છે
જરા કાઈ ઊંચ નીચ થાય તો
બધાની નઝરો થી પડી જાય છે.
આ ગૃહિણીઓ પણ
થોડી પાગલ હોય છે.
એક બંધન મા બંધાય ને
કેટલાય સંબંધ સાથે લઇ ને ચાલે છે
હોય કાઈ પણ મુશ્કિલ
પ્રેમથી બધાને રાખે છે
આ ગૃહિણીઓ પણ
થોડી પાગલ હોય છે.
પિયર થી સાસરા સુધીની
બધીજ જવાબદારી ઉપાડે છે
કાલની લાડો રાણી
આજની સ્ત્રી બની જાય છે
આ ગૃહિણીઓ પણ
સમય સાથે ઘડાય જાય છે.
✍🏻✍🏻✍🏻✍🏻✍🏻✍🏻✍🏻
H@B