Prem_222:
પુરુષોની ભવ્ય વ્યથા...
હવે તો બહાર જવાતું નથી, ને ઘરમાં મન લાગતુ નથી.
બીજા કોઇને કહેવાતું નથી, ને મનથી સહેવાતું નથી.
આપણી ઓફીસ ભુલાતી નથી, ને ઉઘરાણી નિકળતી નથી.
કોઈને રૂબરૂ મળાતું નથી, ને વિડિયો કોલમાં ફાવતું નથી.
કોઈનું ખોટું સહન થતું નથી, ને સાચું કોઈને કહેવાતુ નથી.
આમ અધૂરા કામ પુરા થતા નથી, ને નવા કામ મળતા નથી.
હોટલ જેવુ બનતુ નથી, ને વખાણયા વગર ખાવાતુ નથી.
ઉચા અવાજે બોલાતું નથી, ને ધીમેથી કોઇ સાંભળતુ નથી.
આમ ખડખડાટ હસાતું પણ નથી, ને મનમાં રડાતું નથી.
દેશની સરકારને કહેવાતું નથી, ઘરની સરકાર સમજતી નથી.
અને
મર્દ મૂછાળા ડરતાં નથી,એ વહેમમાંથી બહાર અવાતુ નથી.
🙏🙏🙏
#ભવ્ય વ્યથા