પ્રભાતીયું
લાકડી લઈ લાલન પર કોપ્યા , રીસ કરી નંદરાણી રે ... લાકડી .. ટેક
ગોળીમાં તો દુધ ન રહ્યું, સુણ સૈયર સમાણી રે
કાન કુંવર જનમીયા , મારે એળે ગઈ કમાણી રે ... લાકડી
નિતની રાવું લાવતા દાડી , ઈ વાતને જાણી રે
ગોળી ફોડી મારા ગોરસ ઢોળ્યા , કરીયાં ધુળ ધાણી રે ... લાકડી
નંદ બાવા જો લેશે ઉપરાણું , તો પીશું નહિ નંદ ઘેર પાણી રે
અમે અમારે મૈયર જાશું , એમ બોલ્યા નંદ રાણી રે ... લાકડી
પ્રભુજીને પકડીને તમે , આંયા લાવો આણી રે
ભાણપ્રતાપે ભણે રતનદાસ નેતરે બાંધુ તાણી રે ... લાકડી