Gujarati Quote in Good Evening by Harshad Patel Pij

Good Evening quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કોરોના વાયરસને લીધે મોંઢે પહેરવાના માસ્ક વિશે મે ઘણી માહીતી તમને આપી પરંતું આજ તેની જાળવણી અંગે મારે બે શબ્દોમાં જણાવવાનું વિચાર્યું જેથી તમને તેના વિષે થોડીક માહિતી મળી રહે...
બજારમાં માસ્ક ઘણીબધી કવોલીટીના મળતા હોયછે તેની કિંમત પાંચ રુપીયા શરુ થઇને સો રુપીયા સુધીની હોયછે દરેક માસ્ક અલગ અલગ રીતે બનેલા હોયછે ઘણા લોકોને આપણે જોયા હશે કે ઘણાના મોંઢે સ્કાય બ્લુ રંગના માસ્ક વધુ હોયછે ને તે માસ્ક અમુક ચોક્કસ ફેક્ટરીઓમાં બનતા હોયછે પરંતું તે માસ્ક અમુક સમય મર્યાદા સુધી જ પહેરવાના હોયછે આમ તો તે માસ્ક એક જ દિવસ પહેરી શકાયછે પણ લોકો તેનો ઉપયોગ ઘણા દિવસો સુધી ધોયા વગર કરતા હોયછે!
ટુકમાં કહીએ તો તે માસ્ક યુઝ એન્ડ થ્રો ટાઇપના હોયછે તે પણ સ્કાય બ્લુ સિવાય બીજા ઘણા અલગ કલરોમાં મળતા હોયછે જેવા કે લીલા કેસરી વગેરે..તેનું કાપડ ને ઇલાસ્ટીક બહું નાજુક હોયછે તે ખરેખર વોશેબલ હોતા નથી છતાંય લોકો તેને ધોઇને ઘણી વખત પહેરતા હોયછે જે તે વ્યાજબી નથી કારણકે તે ધોવાથી તેના કાપડમાં ઝારી પડી જાયછે પછી તેનો ઉપયોગ કરતાં કોરોના થઈ શકેછે બને તો બીજીવાર તેની ઉપયોગ ના કરવો સારો તેમાં જ આપણો લાભછે બીજા સાદા કપડાંમાથી બનેલા ને રંગબેરંગી માસ્ક પણ આજકાલ મળતા હોયછે તેની કિંમત વીસથી ત્રીસ રુપીયા જેટલી હોયછે આવા માસ્ક જરાક સારા ને ટકાઉ આવતા હોયછે જે વોશેબલ હોયછે જે તમે બીજા દિવસે ધોઇને આરામથી પહેરી શકોછો પણ હા ધોયા વગર પણ કદી આ માસ્ક પણ ના પહેરવા કારણકે આપણી આખા દિવસની ગંદી સ્મેલ આપણને ખરાબ રીતે ગંધાયછે
આવા માસ્ક બે જોડી લઇ લેવા સારા જેથી દરરોજ તેને ધોઇને વારાફરતી પહેરી શકાય જો તમારી પૈસા ખર્ચીને લેવાની શક્તિ ના હોય તો હાથ રુમાલનો પણ ઉપયોગ કરી શકોછો અથવા ઘરે નકામા કાપડમાંથી પણ હાથ સિલાઇ કરીને બનાવી શકોછો આ થઈ માસ્ક વિશેની જરુરી માહીતી પરંતું આ લખાણ લખવાનો મુખ્ય ઉદ્દેશ એટલો જ છે કે તમારા માસ્ક નકામા થઈ ગયેલા હોય તો રસ્તા ઉપર ગમેતેમ ના ફેંકો પણ હમેશાં ઘરના ડસ્ટબીનમાં નાખવા બને તો તેની વચ્ચે એક કાતર મારીને ફાડી નાખવા જોઇએ કારણકે તેનો ઉપયોગ બીજુ કોઇ કરી ના શકે તેમજ ગમે તેમ ફેકવાથી રોડ ઉપર ફરતા જાનવરો પણ તે ખાઇ શકેછે પછી આપણને શું થાય તે આપ ખુદ સમજી શકોછો.
દુધમાંથી દહી બને, દહીંમાંથી છાસ બને ને છાસમાંથી કઢી બને..પછી 🤔

Gujarati Good Evening by Harshad Patel Pij : 111522978
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now