શીર્ષક - "કારણ ના પૂછશો મને પ્રેમનું"


કારણ ના પૂછશો મને પ્રેમનું, હું તો બસ પ્રેમ કરી જાણું છું;
હું તો બસ કોઈના દિલમાં તો કોઈના શબ્દોમાં રહી જાણું છું;

આંસુઓને અમારાં સજાવ્યાં છે કંઈક એમ મેં પાંપણો પર,
પ્રભાતે પર્ણ પર રેલાયેલી *શબનમની* બુંદો કહી જાણું છું;

મોતે જ તો આપી છે આખરે મને ખુદને મળવાની એક તક,
બહાનું એ આગળ ધરીને પણ એ પ્રસંગ ઉજવી જાણું છું;

ના વહાવતાં તમે, એક પણ આંસુ મારી મૈયત પર દોસ્તો!
તમારો સાથ આપવા માટે મારી નહીં હોય હાજરી જાણું છું;

જાણીતી આ મહેક ક્યાંથી આવી ગૈ મારી કબ્ર પર? "વ્યોમ"
કદાચ એ આવ્યાં હોય કબર પર બસ અનુભવી જાણું છું;


✍... © વિનોદ.મો.સોલંકી "વ્યોમ"
GETCO (GEB),
મુ. રાપર.

Read More

શીર્ષક - " વાત વાતમાં "

દિલથી દિલની મુલાકાત થઈ ગઈ, વાત વાતમાં;
પ્રણયની પછી શરૂઆત થઈ ગઈ, વાત વાતમાં;

નજર મળીને નજર ઝૂકી હતી બસ પળભરમાં,
ખામોશ રહીને રજૂઆત થઈ ગઈ, વાત વાતમાં;

થોડાં કહ્યાં એમણે, થોડાં કહ્યાં મેં હાલ એ દિલ!
ના જાણે ક્યારે આ રાત થઈ ગઈ, વાત વાતમાં?

સૂરજ, ચાંદ ને સિતારાની વાત મૂકી દિધી પડખે!
મારું જ દિલ એક સોગાત થઈ ગઈ, વાત વાતમાં;

ચમન, પવન, ગગનની મારે ક્યાં જરૂરત છે 'વ્યોમ' ?
મારી એ સમસ્ત કાયનાત થઈ ગઈ, વાત વાતમાં;

✍... © વિનોદ.મો.સોલંકી "વ્યોમ"
GETCO (GEB),
મુ. રાપર.

Read More

શીર્ષક - "ક્યાં ઘણું માંગુ છું?"

ક્યાં ઘણું માંગુ છું? મને તમારી થોડી મહોબ્બત આપો;
સઝદામાં તમારી નમે શીશ, મને એવી ઇબાદત આપો;

આમ જુઓ તો સાત સમંદર પાર કરવા કંઇ અઘરા નથી,
આંખોના માધ્યમથી દિલમાં વસાવાની થોડી સવલત આપો;

પ્રતીક્ષામાં વિતાવ્યું છે ને વિતાવી દઈશ આગળનું જીવન,
પણ, નહીં આવો તમે હવે, એવા એક પણ ન વાવડ આપો;

ઊતારું છું હું કાગળ ઉપર, હૃદયના ભાવ ગઝલના રૂપમાં!
આજીજી બસ એટલી ખુદાને, એમાં લય ને શેરિયત આપો;

પોઢી જઈશ ઓઢીને, ફક્ત એક નિલ-વર્ણી ચાદર "વ્યોમ" વિનંતિ છે બસ એટલી પાથરવા જમીન ન બરછટ આપો;

✍... © વિનોદ.મો.સોલંકી "વ્યોમ"
GETCO (GEB),
મુ. રાપર.

Read More

कमज़ोरी न खोज तुं, मुझमें ओ जालीम;
मेरी कमज़ोरीयों में, तुं भी तो हैं सामील;

नसीहत न दे दोस्त, मुझे तेरी जरूरत है!
तुं मान न मान, पर तुं ही मेरी किस्मत है!

સાહિત્ય સંગીત ગ્રુપ દ્વારા E-BOOK-
"વસંત પ્રશસ્તિ"માં મારી રચનાનો સમાવેશ કરવા બદલ આદરણિય સંપાદક- શ્રી જુગલકિશોરભાઈ વ્યાસ
તથા હમેશાં લખવા માટે મને પ્રોત્સાહિત કરનાર રાજુલ બહેન તેમજ શ્રી કૌશિકભાઈ શાહનો હાર્દિક અંતઃકરણ પૂર્વક આભાર વ્યક્ત કરું છું. 🙏🙏🙏

નીચેની લીંકથી E Book "વસંત પ્રશસ્તિ " માં મારી રચનાને મળેલ સ્થાન જોઈ શકશો .
👇👇👇👇

Here's the link to the file:

https://us.docworkspace.com/d/cIEKPqLfKAanWn6AG?sa=S3&st=0

https://drive.google.com/file/d/1yclapdcl8JMXXMh8POG-oBDMn5XDXvLs/view?usp=drivesdk

"આવશે વસંત"

વૃક્ષોની ડાળ ડાળ રટે, આવશે વસંત.
સરવર પાળે, નદી તટે, આવશે વસંત.

ખીલ્યાં કેશુડાં ને ખીલ્યાં છે ગુલમહોર,
વૃક્ષોનાં પર્ણ પર્ણ કહે, આવશે વસંત.

કાજળ ભર્યા નયને, પાંપણના કિનારે ,
પવનમાં લહેરાતી લટે, આવશે વસંત.

આવીને એક અશ્રુ સમી ગયું આંખમાં,
સનમના મીઠા સ્મરણે, આવશે વસંત.

પ્રતિક્ષામાં મિત્રોની ટળવળે છે બાંકડો,
"વ્યોમ" આજ ઉપવને, આવશે વસંત.


વિનોદ.મો.સોલંકી "વ્યોમ" મુ. રાપર.
vinodsolanki2712@gmail.com

Read More

🙏મહિલા દિવસની શુભકામના 🙏

નારી કહો કે નારાયણી એક છે;
સરિતા કહો કે સરવાણી એક છે;

યુગ યુગથી આવી છે એ પૂજાતી,
અંબે, દુર્ગા કે મહાકાળી એક છે;

અબળા કહી ન આંકો ઓછું મૂલ્ય,
ભક્તિ કહો કે શક્તિશાળી એક છે;

સરોજીની, લતા, ઉષા કે કલ્પના,
અહલ્યા કે સાવિત્રી બાઈ એક છે;

ધરા પર તો મેળવી છે ખૂબ નામના,
"વ્યોમ" પર પણ જે છવાઈ એક છે;

✍... © વિનોદ.મો.સોલંકી "વ્યોમ"
GETCO (GEB),
મુ. રાપર.

Read More

શીર્ષક - "આવ્યો ફાગણ"

ફાગણીયો તે'વાર ઉજાવી તો જો;
હૃદયને હૃદયથી તું મળાવી તો જો;

ઊગી ઊઠશે પ્રેમ વાવતાં લાગણી,
ક્યાંક તો લાગણીને વાવી તો જો;

ફાગણીયો ખીલ્યો સોળે કળાએ,
પ્રેમ રંગથી દિલને રંગાવી તો જો;

ઊભો છું ભરીને સ્નેહ પિચકારી,
તું પણ જરા સામે આવી તો જો;

કેશુડે કેશુડે મ્હોરી ઊઠ્યાં છે મોર,
ખુશીઓથી વસંત સજાવી તો જો;

નફરતની કર પાનખર, પ્રેમને આજ-
ફાગણ માફક તું ફણગાવી તો જો;

સુખ તો છે હાથ વેંત છેટૂં "વ્યોમ"
દુઃખની હોળીને સળગાવી તો જો;


✍... © વિનોદ.મો.સોલંકી "વ્યોમ"
GETCO (GEB),
મુ. રાપર.

Read More

શીર્ષક - "હારીને જીતી ગયાં"


એક એ છે કે અમને જોઈ જોઈને ફરી ગયાં;
ને એક અમે છીએ કે એમને જોવા તરસી ગયાં;

વાત તો હતી ફક્ત મહોબ્બત નિભાવવાની જ,
એમણે કરી બેવફાઈ, તોય અમે વફા કરી ગયાં!

ચાહતા રહ્યા છીએ અમે સદા એમની ભલાઈ,
બસ, એમના એક ઈશારે જ રસ્તેથી હટી ગયાં!

દર્દ પણ એ રીતે દિધું, કે એની ખબર જ ના રહી!
એમાં એમની ખુશી સમજી હસતા મુખે સહી ગયાં;

એમને લાગે છે કે એ જીતી ગયાં બાઝી પ્રણયની,
પણ, સમય જ કહેશે કે અમે હારીને જીતી ગયાં;

એથી વધારે તો શું સજા આપું એમની બેવફાઈની?
કે એની ધારણા વિરુદ્ધ અમે જીવનભર હસી ગયાં;

"વ્યોમ" જેટલું વિશાળ રાખ્યું છે અમે કાયમ દિલ,
એટલે જ એમના હર ગુનાહ અમે માફ કરી ગયાં;

✍... © વિનોદ.મો.સોલંકી "વ્યોમ"
GETCO (GEB),
મુ. રાપર.

Read More

શીર્ષક - "હવે"

એ અદા પણ મેં શીખી લીધી હવે;
વિના નામ લીધે ગઝલ કૈ દીધી હવે;

પડકાર તારા સ્વીકાર્યા છે જિંદગી,
હસતાં, રડતાં રોજેરોજ પીધી હવે;

કિસ્સાઓ સફળતાના કેમ વર્ણવું?
તારા વગર લાગે છે એ ફિકી હવે;

મોતી સાચવી આંખની તિજોરીમાં,
એકલાં જિંદગી જીવતાં શીખી હવે;

ચાર' દીની જિંદગી, પ્રતીક્ષા લાંબી,
મિલનની ક્યાં કોઈ નક્કી તિથિ હવે?

મનની વાત તો મનમાં રહી "વ્યોમ"
છતાં, ગઝલમાં વાત ક્યાં કીધી હવે?

✍... © વિનોદ.મો.સોલંકી "વ્યોમ"
GETCO (GEB),
મુ. રાપર.

Read More