કર્મ એ છે સર્વત્ર અને અવિરત થતી ક્રિયા,
કર્મ વિહીન સ્થિતી ઉભી થાય છે જ ક્યાં?
કોઈ અકર્મી, કોઈ કુકર્મી; હોય કોઈ સુકર્મી!
પરિણામથી પણ કોઈ વંચિત રહે છે ક્યાં?
અક્રમી સજીવ કોઈને નડતરરૂપ થતો નથી,
કુકર્મી નર કર્મ કરવાનું ક્યારેય છોડતો નથી;
સુકર્મી માનવ કર્મ વગર સુકુનથી સૂતો નથી.
કર્મમાં કોઈ વહે કે વહાવે તો કોઈ ઢસડાય!

#કર્મ

Gujarati Shayri by Ketan Vyas : 111535527

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now