પુછે છે આ મન મારું,
કાન તું ક્યાં છે?
સામા સવાલ કરે અંતર મારું
ઘટઘટના વાસી ક્યાં નથી?
જોઈ શકે છે ચક્ષુ થકી તું,
પથ્થર, પર્વત, પાણીને,
ખોલ અંતરચક્ષુ જીવડા,
ઘટઘટનો વાસી ક્યાં નથી?
પુજાયો પરમેશ્વર બનીને,
ગાયોનો ગોવાળ બનીને,
ગોપીઓનો માખણચોર બનીને
રાધાનો ચિતચોર બનીને
નરસૈંયો ને મીરાનો શ્યામ બનીને
ઘટઘટનો વાસી ક્યાં નથી?
કીધા કામ કામણગારાએ,
પ્રીતની રીત શીખવે, પરમેશ્વર એ,
કાન્હામાંથી રાજા કૃષ્ણ બન્યો એ,
કહો કોઈ કંસમનને
ઘટઘટનો વાસી ક્યાં નથી એ?
તેજલ