Free Gujarati Good Evening Quotes by Ashwin Rawal | 111563666

દરેક સમયની એક આગવી સુગંધ હોય છે, એક અનુભૂતિ હોય છે. રેડિયોમાં કે ટીવી માં તમે કોઈ ગીત સાંભળો અને જો તમે એ ગીત માં ખોવાઈ જાઓ તો  તમને ભૂતકાળ ના એ સમયની એક આગવી સુગંધ અને વાતાવરણનો અનુભવ થશે  કે જે સમયે એ ગીત વારંવાર રેડિયો ઉપર વાગતું હતું. અલબત્ત આ અનુભૂતિ નો આધાર તમે કેટલા સંવેદનશીલ છો એના ઉપર છે. આવા દરેક લોકપ્રિય ગીત સાથે આપણા જીવનની કોઈને કોઈ સ્મૃતિ સંકળાયેલી જ હોય છે !!

View More   Gujarati Good Evening | Gujarati Stories