મંદીર
મંદિરમાં જઈ આપણે આપણી ઈચ્છા, સપના,તકલીફ
ને એવું ઘણુ બધુ,
બે હાથ જોડી, શાંત ચિત્તે,ધીમા અવાજે,પવિત્ર ભાવે, આંખ બંધ કરી ઈશ્વરને, પ્રભુને, ભગવાનને જણાવીએ છીએ.
પ્રભુ
આપણી એ ઈચ્છા ક્યારે પુરી કરશે, તેની કોઈ મુદ્દત આપ્યાં વીના, આપણે પ્રભુ પર માત્ર સાચી શ્રધ્ધા રાખી, વારંવાર પ્રભુને સાચા દિલથી યાદ કરીએ છીએ, અને એજ શ્રધ્ધા મનમાં રાખી આપણી એજ માંગણી માટે વર્ષો સુધી રાહ જોઈ નિયમિત અને ધીરજ સાથે મંદીર જઈએ છીએ.
જો આજ અભિપ્રાય આપણે
પ્રભુના જ આશિર્વાદ સર્જિત માનવી પર રાખતાં થઈએ તો.........
#મંદિર