માણસ એ સામાજિક પ્રાણી છે, માણસ ને ક્યારેય સંબંધો વગર ચાલતું નથી કે ચાલવાનું પણ નથી
વિદ્યાર્થી કાળ થી માણસ સંબંધો માં બનધાય છે અને કયારેક આ રિલેશન લાઈફ ટાઈમ ચાલે છે
અત્યારે કોરોના એ માણસ ને માણસ થી દુર કરી નાખ્યો છે ત્યારે ઘણા લોકો ને સાચા નું સંબંધો મૂલ્ય સમજાય છે
દરેક માણસ ખુશી અને આનન્દ થી જીવવા માંગતો હોય છે અને એના માટે કદાચ સારા રિલેશન્સ અનિવાર્ય છે
ચંદકાન્ત બક્ષી કહેતા બહુ હોશિયાર -ગણતરી બાજ માનસ ને સારા મિત્રો હોતા નથી
મિત્રો-સંબંધીઓ માટે મુઠીઓ ખુલી રાખવી પડે છે
સંબંધ ટકાવવા માટે કેટલાક કમિટમેન્ટ અને કેટલાક ગુણો જરુરી છે
સૌથી પહેલું કમિટમેન્ટ એ કે સંબંધ ગણતરીઓ ન હોવી જોઈએ
નિંદા ફાઝલી ની ગઝલ ના શબ્દો છે
" દો ઔર દો કી જોડ હંમેશા ચાર કહા હોતી હૈ
સોચ સમજ વાલે કો થોડી નાદાની દે મૌલા
સંબંધ માટે સૌથી શ્રેષ્ઠ ગુણ હોય તો તે છે 'under standing' -સમજદારી
જો સંબંધો ન થાય તો જીવન કંટાળાજનક હશે. તમે તમારા વિચારો શેર કરી શકશો નહીં અથવા સંબંધો લોકોને જાણ કરે છે કે વ્યક્તિ ખરેખર કોણ છે.
મોબાઇલ માં અઢળક સંપર્કો હોય છે પણ સંબંધો કેટલા?
જ્યારે માણસ બોલે છે કે મારે કોઇની જરૂરત નથી
ત્યરે તે પોતાની જાતને છેતરે છે
સંબંધ ટકાવવા કેટલીકવાર ઘણી જહેમત ઉઠાવવી પડતી હોય છે અને યોગ્ય પણ છે પણ તમે
ઉઠાવેલી જહેમત - તમારાં પ્રયત્નો ની સામી વ્યક્તિને કદર હોવી જોઈએ કેમકે
ખેંચી તાણીને ચાલતા સંબંધો ખુશી ને બદલે દુઃખ જ આપે છે સાહિર લુધ્યાનવી ની જાણીતું ગીત છે
" ચલો ઈક બાર ફિરસે અજનબી બનજાયે હમ દોનો'
આવા રિલેશન્સ માં પ્રેમ થી છૂટા પડવામાંજ મજા છે
આલેખન -અશોક પટેલ 'આકાશ'