દીકરી...💫❤️
લાગણીનો નિરંતર વહેતો પ્રવાહ એ દીકરી ,
મા - બાપના જીવનરૂપી બગીચાની સુવાસ એ દીકરી .
દાદાજી ના ચહેરા પર હાસ્ય લાવનાર એ દીકરી ,
બાસહેબ ના ઘડપણનો ટેકો બનનારી એ દીકરી .
પપ્પાની ચિંતા ને ક્ષણ માં દૂર કરનાર એ દીકરી ,
મમ્મીનો પડછાયો બની રહેનાર એ દીકરી .
કાકાબાપુની દરેક વાત ને પ્રેમથી માનનાર એ દીકરી ,
દીકરી હોવા છતાં દીકરાની ફરજ પૂરી પાડનાર એ દીકરી .
મોસાળ , પિયર અને સાસરીયાનું સ્વાભિમાન એ દીકરી ,
પોતાના પરિવારમાં પોતાનું જીવન માનનારી દીકરી .
' હીર ' કળયુગ નું સૌથી કઠિન પાત્ર એ દીકરી ,
કહું તો ખોટું નથી અંધારામાં પણ ઉજીયારો લાવનાર દીકરી ...
- જાનકિબા ડાભી ( હિરકુવરબા )