(માણસ જયારે થાકી- હારીને તૂટી જાય છે.પોતાના મનની દશા કોઈને કહી શકતો નથી .ત્યારે એક મિત્ર જ હોઈ છે જે સપનામાં પણ આપણા મનની સ્થિતિ સમજી જાય છે...એ દ્રશ્યને વર્ણવતી એક કવિતા...)
મેં એક સપનું જોયું...
અજાણતા જ એક ચહેરો જોયો...
કડકડતી એક સવારમાં...
ધ્રુજતા એક હોઠ જોયા..
તારી બોલકી આંખોમાં...
ઘણું બધું તારું મૌન જોયું...
તારા નાનકડા હાસ્યમાં...
ન છુપાયેલું ખડખડાટ જોયું...
દોસ્ત,મેં એક સપનું જોયું...
મારા હાથમાં તારુ અશ્રુ જોયું...
આકાશમાં ખરતા તારલાની જેમ...
તારા હદયને પણ તૂટતા જોયું...
તારા મૌનને મેં અનુભવ્યું...
હા,દોસ્ત મેં તારું તૂટેલું હ્ર્દય જોયું...
FROM
SHILU PARMAR