શું આપણે એક સાલ દિવાળી ના મનાવી હોત તો ના ચાલત !
શું આપણે એક સાલ ભાઈબીજ ના મનાવી હોત તો ના ચાલત !
પહેલા આપણા ભારત દેશની હાલત કોરોના ઘટવાને કારણે કેવી સરસ થઇ ગઈ હતી !
કોરોના ધીરે ધીરે ગાયબ થતો જોવા મળતો હતો ને તેમાં વળી આવી પાછી નવરાત્રી! પાછા લોકો ભૂલી ગયા કોરોના વાયરસને...
માડી તારા મંદિરીયામાં ઘંટડા વાગે!
એ હાલો ગરબે રમવા!
શું લેવા આપણે જાણી જોઈને ઘંટ વગાડવાની જરૂર હતી!
નવરાત્રી પતી એટલે પંદર દિવસમાં જ પાછી દિવાળી આવી
રંગબેરંગી ફટાકડા...ફટાફટ...
પછી બેસતું વર્ષ...સૌ ને હેપ્પી...ન્યૂ યેર!
સૌ ને ઘેર આપણે મળવા ગયા ને ખુશીથી આપણે એક બીજાને મળ્યા હાથ મીલાવ્યા ને ગળે પણ ભેટ્યાં!
ત્યારબાદ ભાઈબીજ...
આ દીવસે ભાઈ બહેનને ધેર જાયછેં બહેન થાળીમાં મુકેલ કંકુ ચોખા લઇને ભાઈની આરતી ઉતારેછેં ને ભાઈને સોં સાલ જીવવાના આર્શિવાદ આપેછે
ભાઈ આ બધું તો સાચું પણ આપણે કોરોના જેવા વાતાવરણને પણ ભૂલી ગયા
તહેવાર માનવો પણ જોઈએ પણ આપણે સંજોગને સમયને પણ જોવો જોઈએ પણ આપણે તે બધું ભૂલી ને પણ દરેક તહેવાર ધૂમધામથી ઉજવ્યા એથી આપણા મનને ઘણો જ સંતોષ થયો પરંતુ એ આપણાથી થયેલી ભૂલો ના કારણે આ જ ફરી લોકો માટે કોરોનાએ પોતાનું માથું ઉંચકયુંછેં ને તેથી હવે ફરી પુરા દેશમાં લોકડાઉન થવા જઈ રહ્યાછેં જેની શરૂઆત પણ થઇ ચુકીછેં તેથી તેને લીધે પડતી તકલીફો હવે ફરી આપણેજ ભોગવવાનીછેં
પણ ઘણા સમજુ લોકોએ તો કોઈપણ આવો તહેવાર મનાવ્યો પણ નથી ને પોતાને ઘેર બેસીને જ ઉજવ્યોછેં
માટે કરે કોણ ને ભોગવે કોણ!
તેવો ઘાટ થવા પામિયોછેં!
હવે ફરી પાછી આપણી એજ શરૂઆત...
થાળીઓ પછાડો
દીવા પ્રગટાવો
ને બોલો સૌ ભાગ કોરોના ભાગ.