રાહ જોવી...
પૂર્ણ હો કે અપૂર્ણ
નભનો ચંદરમા વઢે છે મને રોજ
એ શું અટારીએ બેઠી તુૃં ઘૂરે મને રોજ !
આમ ઠીક નહીં કોઇની
રાહ જોવી...
કેટલી ને કેવી રાહ જોવી !
દરેક પહેલી ઘડીએ એના આગમનના વરતારે
દોમદોમ ક્ષણો જીવવી
દરેક બીજી ઘડીએ ન આવ્યાની પીડાએ
કોટી ક્ષણો મરવી
દરેક ત્રીજી ઘડીએ 'એ આવશે'ના નાદે
અગણિત ક્ષણો સમેટવી
એમાં વારંવાર ખુદનું પણ
જીવવું, મરવું ને ફરી જીવવું, ફરી મરવું...
ચંદરમાને શું સમજાવવું ?
એટલી જ મારી ગતિ, બસ
રાહ જોવી...
©અનુ.