નદી ...
વહેતા પાણી નાં એ નીર જોવા છે...
ખળ ખળ તા પાણી નું એ સંગીત સાંભળવું છે ...
નદી ની જેમ જ હર એક મુશ્કેલી મા થી માર્ગ શોધવો છે...
નિરંતર વહેતું રેહવું છે...
કોઈ મને રોકી નહીં શકે કોઇ મને ટોકિ નહીં શકે...
માનો તૌ અમૃત નઈ તર કાળ શું...
જેમ પાણી જમીન ની અંદર
ઊતરે છે તેમ જીવન નાં ઊંડાણ ને સમજી સમૃદ્ધ વૃક્ષ વાવ્વુ છે...
જેમ સુરજ નાં કિરણો નદી પર પડે ને બાષ્પીભવન થય ને મેઘ વર્ષે ને આભ મા રંગો ની રંગોળી પુરાય
તેમ જીવન ની નકાર ભાવના દુર કરી ભક્તિ નાં રસ મા ડૂબી જીવન મા ભક્તિ નાં રંગે રંગાય જવું છે...
કોઈ પણ સ્વાર્થ વગર નિરંતર કાર્ય કરતું જ રેહવું છે...
નિરંતર વહેતું જ રેહવું છે....
...મેઘના રમેશ વાળા
-Meghna