આથમતો સુરજ તારી નમણી સિંદુરી સાંજનો ,
ચાલ ! પૂરો કરીયે હવે આ અધ્યાય આજનો .
રંગોની છાકમછોળ અંધારાની ભરતી સમો,
આશ અમથી રાખે વીતે કે વીતે વખત ઓટનો .
કોઈ આપે તસવીર જો તારાને રૂપાળા ચાંદની,
અજવાળા પાથરે અમી આભ તખ્તો તાજનો .
ચમક દમક ચહેલ પહેલ બહાર દેખાવ સહુનો ,
અશાંત અંદર કરે શોર શાંતિ તણી શોધનો .
ખળભળે ઉકળે આંખો થી ઓગળીને ,
ખારામાં ખપાય અંતે ડૂસકો લાગણી નો .
ખોળીયાએ ક્યારેક ખમીના શકે એવો!!
આતમનો ભાર અટવાય આયખે હેમનો... kruti