The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
◆ તક તો આપો…… તાળવામાં ચોંટેલા વ્યંજનોને શબ્દોમાં કંડારવાની રીત તો આપો; આ સંતાડીને રાખેલા સ્વરોના વાદળોને, આછા આછા વરસવાની તક તો આપો. મન ક્યાં સુધી મનાવ્યા કરીશું, લોકોના રાજીપામાં; પોતાની જાતને વિચારવાની,શણગાર વાની તક તો આપો. હકીકત છે બદલાવવાની નથી, જીવનમરણની વચ્ચે; આ મધ્યમાં ઉભા અવકાશને ખીલવવાની તક તો આપો. હું તારી જોડે ક્યાં સુધી ચાલીશ? જીવું છું ત્યાં સુધી; મૃત્યુ પછી પણ દોડી શકું, તે માટે કસરત કરવાની તક તો આપો. આ સંધ્યાની કેસરી આભામાં મનહર જીવવા દો; રાતના અંધકારમાં આ કાળાશ જોડે ભટકાવવાની તક તો આપો. °★ગોહિલ હેતલચૌહાણ
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
Copyright © 2022, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser