https://www.matrubharti.com/shaileshjoshi0106gm
ગઈકાલનું ચાલુ
મે જેટલીવાર એ વડીલને પુછ્યું હશે કે,
કોઈ તમને છેતરે, દગો કરે, તમને નુકસાન પહોંચાડે, તમારાં દિલને ઠેસ પહોંચાડે, તમારી સાથે ખરાબ વર્તન કરે છતાં તમે ગુસ્સો તો ઠીક, એનો વિરોધ કે નાની અમથી ફરીયાદ પણ કેમ નથી કરતા ?
શું તમને ગુસ્સો નથી આવતો ?
શું તમને ખોટું નથી લાગતું ?
ત્યારે એ મને એકજ વાક્ય કહેતા કે,
ભાઈ, મને 'કોઈ" છેતરે તો મને ગુસ્સો આવે ને
ખોટું લાગેને ?
તકલીફ એ છે કે, મને તકલીફ પહોંચાડનાર "કોઈક" નથી હોતું,
એ મારુ હોય છે.
મારી નજીકનું હોય છે.
મે જેની પર ભરોશો મુક્યો હોય એવું હોય છે.
પછી હું ગુસ્સો કે ફરીયાદ કેવી રીતે કરુ. અને
એ જાણતો હોય છે કે, એ મારી સાથે ખોટું કરી રહ્યો છે.
પછી ગુસ્સો કે ફરીયાદ કરવાનો મતલબ ખરો ?
આટલુ બોલી એ સજ્જન
પ્રશ્નાર્થભરી એક નજર ઉપરવાળા તરફ કરતા.
એટલે મને લાગે છે કે,
ભલે તેમણે જીવતેજીવ કોઈ ફરીયાદ નથી કરી, પરંતુ ઉપર સ્વર્ગમાં જઈને એ, પ્રભુ સમક્ષ રજૂઆત જરૂર કરશે.
એ સજ્જન હતા, પુણ્યશાળી હતા એટલે મને તો લાગે છે કે,
સ્વર્ગમાં તો એ જશેજ, પરંતુ સ્વર્ગમાં પણ પ્રભુ એમને એક્ષટ્રા ફેસીલીટી આપશે.
અને થાય છે પણ એવુંજ, સ્વર્ગમાં પ્રભુ એ સજ્જનને કહે છે કે,
હે પવિત્ર આત્મા,
તુ સ્વર્ગનો તો હકદાર છેજ, પરંતુ સ્વર્ગમાં તારે વધારાની કઈ કઈ સગવડ જોઈએ છે.
તુ બોલ તને બધુજ મળશે.
તારે સ્વર્ગમાં શું શું લેવું છે ?
ત્યારે એ સજ્જન પ્રભુને બે હાથ જોડી કહે છે કે,
વાચક મિત્રો,
ફાઈનલ કાલે વાંચવા મળશે.
કે એ સજ્જને બે હાથ જોડી, પ્રભુ પાસે શું માગ્યું.
મિત્રો
આ વાર્તા અને આવતીકાલે વાંચીશુ, એ પ્રાથના બન્ને કાલ્પનિક છે.
પરંતુ ઍ સજ્જને પ્રભુને કરેલ કવિતારૂપી પ્રાથના તમને અવશ્ય ગમશે.