🍂🍃🍂🍃🍂🍃🍂🍃
*અંજનીપુત્ર છો કષ્ટભંજન તમે,*
*બ્રહ્મચારી છો મારૂતિ નંદન તમે,*
*ભોળપણથી ભરેલું છે વર્તન ભલે,*
*શૂરવીરો હરાવ્યા, લો વંદન તમે,*
*રામના ભક્ત પાપીના દુશ્મન તમે,*
*અંગ સિંદૂર, લાગો છો ચંદન તમે,*
*લાડવા ઘૂઘરી ભોગ આરોગતા,*
*ફાફડા બુંદી શોખીન રંજન તમે,*
*હામ ટૂટે ને હું યાદ તમને કરું,*
*ભૂતને દૂર કરતા નિરંજન તમે.
🍂🍃🍂🍃🍂🍃🍂🍃