પ્રકુતિ સાથે ખેલ કરતાં નિદૅય માણસને જોયો હતો ને પછી એજ માણસને આજે ઓક્સિજન માટે ઠેર ઠેર ભટકતા જોયો છે સુકા લાકડા નથી કોઈ કામના એવું કેહતા માણસને લીલાં લાકડે બળતા જોયો છે કોઈ ના બાપ થી નથી બીતો એવું બોલતાં માણસ ને આજે ઘરની બહાર નીકળતા પણ બીતા જોયો છે રસ્તાઓ સુમસામ ને સ્મશાન ને ટાફિક જામછે ઘરમાં ચાર પાચ ગાડી વાળા ને પણ એમ્બ્યુલન્સ ની રાહ જોતા જોયાં છે જન્મ ની વધામણી ના પૈસા લેતા માણસને તો ઘણી વાર જોયો હતો પણ અતિમં વિધિ માટે પણ પૈસા લેતો માણસ આજે પેહલી વાર જોયો છે દર મહિને બોડી ચેકઅપ કરાવતા માણસને આજે શેરી માં રિપોર્ટ કરાવતા જોયો છે માણસને માણસાઈ ભુલતા ઘણીવાર જોયો હતો પણ ઈશ્વર ને ઈશ્વરપણુ ભુલતા આજે પેહલી વાર જોયો છે માન્યુ કે ભગવાન ભુલ હશે અમારી પણ હવે તો તુ મદદે આવ અમારી માનવ જાત ઉપર આટલો રૂઠેલો ભગવાન પેહલી વાર જોયાં...
-Meena Parmar