નમસ્કાર મિત્રો,
આવતીકાલે...
ફરી એકવાર એક નવા અંતના આરંભની પૂર્વસંધ્યાએ મારી પ્રસન્નતા વ્યક્ત કરવાનો અવસર મળ્યો છે.
૧૦ નવેમ્બર મારી જન્મદિનની તિથીના અવસરે અનાયસે સ્વને સાંપડેલી સર્વોત્તમ સૌગાત એટલે...
છેલ્લાં એક વર્ષમાં લખવાં જઈ રહેલી મારી પાંચમી નવલકથા...
‘એક ચુટકી સિંદૂર કી કિંમત’
૧૦ નવેમ્બરે નવલકથાના પ્રથમ વાક્ય સાથે આરંભ થયો એક અનન્ય અધ્યાયના અંતનો. જન્મજાત ક્ષ્રતિ કહો કે, કંઈપણ પણ,સમજણો થયો ત્યારથી મને તિથી અને તારીખનું દીર્ધ સ્મરણ સાથે અનોખું વળગાળની માફક વળગણ રહ્યું છે. છૂંદણાની માફક અંકિત જીવનના તડકા-છાયાના આરોહ-અવરોહના તિથીની સૂચી લખવાં બેસું તો કદાચ એક ટૂંકી વાર્તા લખાઈ જાય.
અખાત્રીજની પૂર્વસંધ્યાએ ઉત્સવ જેવા ઉમળકા સાથે અંતિમ પ્રકરણ પર પૂર્ણવિરામ મૂકી..
આવતીકાલે અખાત્રીજના પાવન પર્વ જેવી તિથી પર મારી પાંચમી નવલકથા..
‘એક ચુટકી સિંદૂર કી કિંમત’ની પ્રસ્તુતિ કરવાં જઈ રહ્યો છું.
આવતીકાલથી...
દરેક પ્રકરણ દર સોમવાર, બુધવાર અને શુક્રવારના દિવસે
‘માતૃભારતી’ એપ પર નિયમિત વાંચી શકશો..
સૌ અપરિચિત સાથે આરંભ થયેલી આ શબ્દયાત્રાના સંઘમાં આપના પ્રિતીપાત્ર બનવાની પ્રતિક્ષા સાથે કતારમાં ઊભા છે...
મિલિન્દ માધવાણી
વૃંદા સંઘવી
દેવલ રાણા
કેશવ કાપડિયા
જશવંતલાલ ઠક્કર
કનકરાય માધવાણી
મિતાલી
ગોવિંદ
વાસંતીબેન માધવાણી
શશાંક સંઘવી
ચિત્રા દિવાન
વિદ્યા સંઘવી
અને....જગન રાણા.
આજની તારીખે...
૨.૦૦.૦૦૦ બે લાખ વ્યુઝ
૯૧,૦૦૦ એકાણું હજારથી વધુ ડાઉનલોડ્સ
૪૩૦૦ થી વધુ સ્ટાર રેટિંગ્સ
૧૪૧ વાર્તા પ્રકરણ
છેલ્લાં એક વર્ષમાં લખાયેલી..
અગાઉની ચાર નવલકથા, ચાર લઘુ નવલકથા, બે નવલિકા અને બે ટૂંકી વાર્તા બાદ મારા સેંકડો વાચકમિત્રો થકી બક્ષિસના રૂપમાં મળેલો અભૂતપૂર્વ પ્રતિસાદ બસ આ રીતે અવિરત રહે એવી અભ્યાર્થના સાથે આભાર...
વિજય રાવલ