જીવન નું કટુ સત્ય
****************
વિધાતા એ લખેલા લેખ માં
મેખ કોઈ મારી શકે નહિ
ભાગ્ય માં લખેલી વાતો ને
કોઈ જાણી શકે નહિ
જાનકી નો નાથ થઈ જાણી
શકયો નહી કાલે સવારે શું થવાનુ઼.......?
માટે જ કોઈ કામ કાલ પર ના છોડશો આજે જ ખુશી થી જીવી લો કાલ કોને જોઈ છે કાલે કોનું શું થાય એ કોને ખબર છે ભૂતકાળ ને ભુલી, ભવિષ્ય ની ચિંતા કર્યા વગર આજે જે સમય મલ્યો છે તેમાં સત્કર્મ કરી કર્મો ની ગોઠડી બાંધીલો કારણ અહીં માણસ ખાલી હાથે આવ્યો છે ને ખાલી હાથે જ દરેકે જવાનું છે માટે લોભ, લાલચ, ઈર્ષા, વેરઝેર રાખ્યા વિના દેવો ને દુર્લભ એવો મનુષ્ય દેહ મલ્યો છે તો સત્કર્મ કરી પુણ્ય ની ગોઠડી બાંધી લો બીજુ કાંઈ સાથે નહિ આવે માત્ર આપણા કર્મો જ સાથે આવવા ના છે આ જીવન ને ખાલી ન વેડફી નાખતા જીવન માં બીજા લોકો ને મદદ રુપ બની નર માં થી નારાયણ બની માનવસેવા કરી મોક્ષ પ્રાપ્ત કરી આ લખ ચોરાશી ના ફેરા માં થી મુક્ત થઈ જીવન સફળ કરી દો લોકો મર્યા પછી પણ યાદ કરે એવા સત્કર્મો કરી લો
ડૉ. અનિલ મિસ્ત્રી
YouTube channel Bhramgyan
-Anil Mistry https://www.youtube.com/c/BHRAMGYAN