હાંફી ગયેલા ને કોઈ હાથ પકડીને ચલાવનાર મળે તો ઘણુંછે
આંસુ આવ્યા પછી હસાવનાર નહિ પણ આંસુ નું કોઈ કારણ પૂછે તોય ઘણું છે
વિરહ ની વેદના તો ઘણી છે પણ વિરહ ને ભુલાવીને ખુશી શોધી આપે ને તોય ઘણું છે
ચડતા ને હરકોઈ શાબશી આપે છે કોઈ પડતાને હોસલો આપે ને તોય ઘણું છે
ઉગતા સૂરજ ને તો હર કોઈ પૂજે છે પણ અથમતા ને પ્રેમ થી નિહાળો તોય ઘણું છે
ખુશ થવાના તો ઘણા કારણ છે અહીં પણ કોઈ ખુશ કરનાર વ્યક્તિ મળે તોય ઘણું છે
શબ્દો સાથે રમનારા ઘણા છે અહીં પણ શબ્દ સમજનાર મળે તોય ઘણું છે
-Kinjalba Parmar