" ગમનું નગર "
કંટક પથ, કઠણ સફર ને ગમનું નગર અમે જોયું છે;
કદી ઉઘડતું, તો કદી ઉજડતું મુકદ્દર અમે જોયું છે;
ઉતાવળે દિલ લગાવવાની સજા તો મળવાની હતી,
પાકે ના પાકે હવે મીઠું ધીરજનું ફળ અમે જોયું છે;
આપો હુંફાળી લાગણી તોય ભીંજાઈ જાય હૃદય,
ને મુશળધાર વરસાદમાં કોરું શરીર અમે જોયું છે;
કહેવાય છે નિસ્વાર્થ દોસ્તીને આ દુનિયામાં, પણ!
ગળે મળીને પીઠમાં ભોંકાતું ખંજર અમે જોયું છે;
પાનખરમાં પર્ણનું ખરવું તો છે સ્વભાવિક "વ્યોમ"
ભર વસંતે લીલું પર્ણ ખેરવતું સમીર અમે જોયું છે;
✍...© વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
જેટકો (જીઈબી), મુ. રાપર