બખ્તિયાર ખીલજી દ્વારા નાલંદા ના ૮૦ લાખ પુસ્તકો રાખ થયાં હતાં જેમની આગ ૩ મહિના સુધી ચાલેલી હતી.
આ વાત સૌ કોઈ જાણે છે પણ આ વાત અધુરી છે.
નાલંદા મહત્વે બૌધ્ધ ધર્મ નું શિક્ષણ આપતી હતી માટે ત્યાંના થોડાક પુસ્તકો બૌધ્ધ ભિક્ષુઓ દ્વારા છેક ભુટાન લઈ જવાયા જેમનાં માંથી ઘણા ખરા પુસ્તકો તાંત્રિક અભ્યાસ નાં હતાં .
ભુટાન,લડાખ માં બૌધ્ધ ધર્મ નો પાયો તથા તમામ તાંત્રિક પ્રયોગો નો ફાળો અહીંથી બચીને ગયેલા તે તમામ ભિક્ષુકો ને જાય છે , પણ સાથે સાથે ભુટાન ની કરુણતા એ છે કે ત્યાંના અભ્યાસુઓ એ તાંત્રિક વિધિ જ શીખી અને એમની પાછળ રહેલ 'બુદ્ધ તત્વ' ને પામી ન શક્યાં માટે ત્યાં કોઇ નવાં બુદ્ધ ન જન્મી શક્યાં.