કાન્હા તને ક્યાં શબ્દોની જરૂર છે?
વાંસળીના રેલાતા સૂરમાં તું જ છો,
મોરપિચ્છની સુંદરતામાં તું જ છો,
કાલિંદીના ઊછળતા નીરમાં તું જ છો,
ગોકુળની ગલીઓમાં હજી તું જ છો,
ને દ્વારકાની ભવ્યતામાં પણ તું જ છો,
દેવકી ને યશોદાના વ્હાલમાં તું જ છો,
રાધા ને સુદામાની યાદોમાં તું જ છો,
નરસિંહ,મીરાંના ભજનોમાં તું જ છો,
ગીતાના દરેક શ્લોકમાં માત્ર તું જ છો
અર્જુનની હિમ્મત પાછળ તું જ છો,
દ્રોપદીના વિશ્વાસમાં પણ તું જ છો,
બાળકનાં નખરાંમાં હજી તું જ છો,
બ્રહ્માંડના કણકણમાં તું જ તો છો,
રે કાન્હા તને ક્યાં શબ્દોની જરૂર છે!
@kinar