જીવનના રસ્તાઓ છે સાકડા,
એમાથી જ જવાનું છે તારે,
કરવી પડશે ગોઠવણી તારે,
એમાથી જ જવાનું છે તારે..
સાકડા રસ્તોઓ ઉપર સામ સામે આવતાં બે ગાડાઓને આગળ પાછળ, ડાબી જમણી, ઢાળ ઉતારી કે ચડાવીને જેમ આગળ લઈ જઈ શકાય છે. એમજ આ જીવનને પણ સાકડા રસ્તાઓ પરથી સારી રીતે ગોઠવણી કરીને પાર કરાવી શકાય છે.
મનોજ નાવડીયા