(મિત્રતા માટે લખતાં શબ્દો ખૂટી પડે ,પરંતુ થોડાક શબ્દોમાં અહી મિત્રને વર્ણવું તો...)
એક મિત્ર હોવો જોઈએ...
મુખ ના સ્મિત પરથી હૈયાનાં અશ્રુ પારખનાર,
એવો..એક મિત્ર હોવો જોઈએ...
જેના સાથ થી જિંદગીની ધૂપ માં ઝાઽની છાયા જેવી શીતળતા વર્તાય,
એવો..એક મિત્ર હોવો જોઈએ...
સુખના સો(100) સાથી ભલે રહ્યાં, પરંતુ દુઃખમાં એ એક જ સો બરાબર થનાર,
એવો..એક મિત્ર હોવો જોઈએ...
દૂર હોવા છતાંય જેના નામ માત્રથી હૈયે સ્મિત વેરાય,
એવો..એક મિત્ર હોવો જોઈએ...
હજારોની મહેફિલ વચ્ચે જેના ના હોવાથી ખાલીપો વર્તાય,
એવો..એક મિત્ર હોવો જોઈએ...
જીવનમાં જેના આવવાથી મિત્રતાનો સાર સમજાય,
એવો..એક મિત્ર હોવો જોઈએ...
તમારી નકામી બકવાસ સાંભલીને પણ જેનું મન ના ભરાય,
એવો..એક મિત્ર હોવો જોઈએ...
સમસ્યાઓ ભલે ઘેરી વળી હોય,
પણ જીવનમાં જેની હાજરી માત્રથી હાશકારો અનુભવાય,
એવો..એક મિત્ર હોવો જોઈએ...
જેને હૈયે ભેટીને મનનો ભાર દૂર થાય,
એવો..એક મિત્ર હોવો જોઈએ...
અને આ વાંચતા જેની યાદ અપાવી જાય,
બસ...એ એક મિત્ર હોવો જોઈએ..
બસ..એવો..એક મિત્ર હોવો જોઈએ...
#friendship #goal#bff
#sdk #

Gujarati Poem by TVD SDK : 111746725

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now