સાંજ ના સથવારે , સાદગી સંયમ ની આંગળી પકડી આખી રાત ચાંદ ને નિહાળતી રહી, રાતરાણી ના ફૂલો ની ખુશ્બુ મારા પર મહેરબાન થતી રહી, નીંદર હતી કે સ્વપ્ન નું કાળું ભમ્મર આકાશ ખબર નથી … જ્યારે મેં આંખ ઉઘાડી તો આગીયા આંગળી છોડી જતા રહ્યા હતાં ને ઝાકળ મને હાથ ઝાલી ને સૂરજ નાં કિરણો જોડે દોસ્તી કરવા પ્રેરી રહ્યો હતો … મરક મરક હસતો મારો ચહેરો ઉઘડતા સૂરજ નાં કિરણો માં નીખરી રહ્યો હતો … જાણે મને કહેતો હોય … આળસ ઉંઘ ખંખેરી ને ચાલતા રહેવા માટે .. અંધારું હવે ડૂબતાં ચાંદ માં લપેટાઇ ને છુપાઇ ગયું હતું નજર સમક્ષ થી .. પરોઢ ની ખુશ્બુ ની અલગ જ તાજગી હોય છે …. જે આપણ ને સતત તરોતાઝા રાખે છે … ચાલતા રહેવા રોજ પ્રેરિત કરે છે … ચાલતા રહેવા માટે … મુસાફરી માટે … મસ્તી ભરી અંગેઅંગમા … રસ્તે રસ્તે … પગલે પગલે … કદાચ કોઇ રસ્તો ક્યાંક ક્યારેક અટકી પણ જાય તોય … કોઇ બીજો રસ્તો આપણા કદમ ને ચાલતો રાખશે … એહસાસ છે જીવન નો … જે ધબકાર ને આપણી ભીતર ધબકતો રાખશે … મખમલી સ્મિત ને ખીલતુ રાખશે … ઉંડા શ્વાસ લઇ નીકળી પડું છું હું … !!!
ભદ્રેશ શાહ ના સૌજન્યથી 🙏