આંખો મીચાણી જરા ને એ આવ્યા
ધર આખુ મધમધે છે લાગે છે એ આવ્યા...
કયાંક દેખાય છે આછા પડછાયા ને મન
મા જાણે મોર નાચ્યાં લાગે છે એ આવ્યા...
કયાક મોર ટહુકે અને કયાક કોયલ કુકે ને
કયાક ગાયો ના ગીત છે સંભળાયા લાગે છે એ આવ્યા..
જોવો માખણ ને મીસરી છે ઢોળાયા અને
કાન માં વાસળી ના સૂર રેલાયા લાગે છે એ આવ્યા...
આખ માંથી અમી વહી જાય મારા અંતર
માં આનંદ હીલોળા લેતો જાય લાગે છે એ આવ્યા...
લાવ ને ઉતારૂ "આરતી"એમની ઉઠી ને ગઈ
હુ હરખાવા પ....ણ કયા એ આવ્યા??કયા એ આવ્યા??

✍️ આરતી ગેરીયા...

Gujarati Poem by Arti Geriya : 111758203

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now