.
કેશોદ ( કેશ + ઉદક=કેશોદક )
~~~~~~~~~~~~~~~~~~~~
ll ગુજરાત રાજ્યમાં આવેલ ઐતિહાસિક દ્રષ્ટિએ મહત્વ ધરાવતા કેશોદ “૨૧-૧૮” ઉતર અક્ષાંશ અને “૭૦-૧૫” પૂર્વ રેખાંશ ઉપર છે. સૌ પ્રથમ એકવાત જાણવી જરૂરી છે કે કેશોદ નામ કેવી રીતે પડ્યું? આ વિશે એક દંતકથા પ્રચલિત છે તજજ્ઞોના મતાનુસાર કેશોદ શહેરથી ૩ કી.મી. દુર તોરણીયા સ્‍થળ આવેલુ છે. જયાં શ્રી હનુમાનજીનું પૌરાણી્નિક મંદીર આવેલુ છે. તે જગ્‍યાએ થી નાની નદી ૫સાર થાય છે. જયાં આ૫ણાં ધાર્મિક ગ્રંથ મહાભારતની એ ક ઘટના અનુસાર ભગવાન શ્રી કૃષ્ણના સમયમાં કૃષ્ણ રૂક્ષમણીજી ને લઈને વિહાર કરવા નીકળ્યા ત્યારે આ રસ્તે થી પસાર થયા હતા. આ જગ્યા પર નદીના કાંઠે રૂક્ષમણીજી એ પોતાના કેશ નદીના પાણીમાં ધોયા હતા. પાણીને ઉદક પણ કહેવાય છે. તેથી તેના ઉપરથી કેશ + ઉદક=કેશોદક નામ પડ્યું. અને ધીમે ધીમે અપભ્રંશ થતા ઉચ્ચારમાં કેશોદકને બદલે કેશોદ નામ પડ્યું. કેશોદની ફરતે બે મજબૂત કિલ્લાઓ આવેલા હતા. કેશોદ ટીલોરી નદીને કાંઠે વસેલુ છે.

રાયજાદાઓને તેમની રાજધાની જુનાગઢ માંથી દુર કર્યા બાદ તેમને ચોરવાડ અને કેશોદ આપવામાં આવ્યા હતા. આજે પણ ચુડાસમા વંશમાંથી ઉતરેલા લાઠિયા, સરવૈયા વગેરે રજપુતો આજે પણ આજુ-બાજુના કેટલાક ગામોની જાગીર ભોગવે છે? કેશોદના જમીનદાર દાગોજી રાયજાદાએ કિલ્લાને વિક્રમ સંવત ૧૮૪૪ માં ૧ લાખ જામશાઇ કોરીમાં વેચી નાખ્યો હતો. એક પ્રચલિત દંતકથા પ્રમાણે ભારતમાં સૌપ્રથમ પાતાળ કુવો કેશોદમાં નાખવામાં આવ્યો હતો. પાતાળ કુવો ઈ.સ.૧૯૧૫ થી ૧૯૨૦ ના સમયગાળામાં નાખવામાં આવ્યો હતો. આમ ત્યારબાદ ભારતમાં બીજી જગ્યાએ અન્યત્ર પાતાળ કુવા નખાણા.

વૃધ્ધોના મુખે સાંભળવા મળતી હકીકત મુજબ નવાબના વખતમાં કેશોદની પૂર્વ આવેલી ધારમાંથી રૂપુ કાશવામાં આવતું હતુ. તેથી આજના સમયમાં પૂર્વમાં આવેલી ધારને ‘રૂપધાર’ નામે ઓળખવામાં આવે છે. કેશોદમાં કુંતનાથ મહાદેવનું પ્રાચીન મંદિર છે. રાણકપરાનો ડુંગર હિન્દુ-મુસ્લીમ એકતાનું સુંદર પ્રતીક છે. રાણકપરાના ડુંગરમાં હિન્દુ અને મુસલમાન ભાઇ બહેનની કબર એક સાથે આવેલી છે. આ સ્થાન હિન્દુ-મુસ્લિમો માટે એક પવિત્ર સ્થાન ગણાય છે. ભાદરવા માસના પ્રથમ સોમવારે ત્યાં મેળો ભરાય છે. ત્રાંગડશાપીરની જગ્યાએ એક શ્રીફળ વધારવાથી પશુઓમાં રોગ આવતો નથી. એવી માન્યતા પ્રચલિત છે. જુનાગઢ-વેરાવળ નેશનલ હાઇવે ઉપર આવેલુ કેશોદ રેલ્વે અને હવાઇ-મથક પણ ધરાવે છે. આઝાદી વખતે દીવ-દમણ અને ગોવાની લડાઇ વખતે કેશોદ નુ હવાઇ મથક યુધ્ધ નું મથક બન્યુ હતું. ll

-મહેશ ઠાકર

Gujarati News by મહેશ ઠાકર : 111778779

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now