The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
(૧૯૫૫-૧૯૮૫) માં જન્મેલા માટે થોડી યાદગાર વાતો. 🔲આપણે ક્યારેય રમતી વખતે કે સાયકલ ફેરવતી વખતે કોઇ દિવસ હેલમેટ પહેરવી પડી નથી. 🔲શાળાએથી આવ્યા પછી આપણે ટયુશન ક્લાસમાં જવુ પડ્યુ નથી, પરંતુ આજે તમારા પુત્ર કે પૌત્રી ને સ્કૂલ તથા ટયુશનમાં મુકવા લેવા જવાની જવાબદારી તમારા ઉપર છે. 🔲શાળાએથી આવ્યા પછી દિવસ આથમ્યા સુધી આપણે શેરીઓમાં રમતા પણ ક્યારેય પોતાની રૂમ બંધ કરીને ટીવી જોવા બેઠા નથી. 🔲આપણે ફક્ત આપણા વાસ્તવિક મિત્રો સાથે જ રમ્યા છીએ પણ ઇન્ટરનેટ મિત્રો સાથે નહિ. જ્યારે પણ તરસ લાગી ત્યારે સીધુ નળનું જ પાણી પીતા, અને ફરી રમવા દોડી જતા. 🔲 મિત્રો ભાઈ બહેનો સાથે એ જ ગ્લાસમાં પાણી કે શરબત પીતા તો પણ ક્યારેય બિમાર પડયા નથી. 🔲ખોબો ભરીને મિઠાઈ કે વાટકા ભરીને દાળભાત , જાડો રોટલો રોજ જમી જતા તો પણ ક્યારેય તકલીફ થઈ નથી. 🔲ખુલ્લા પગે બધે રખડતા તો પણ કંઈ થતું નહિ, કાંટા પગથી છેટા રહેતાં... 🔲આપણે જાતે જ આપણા રમકડા બનાવતા અને તેનાથી રમવામાં અનેરો આનંદ માણતા, માટી સાથે આપણને અનેરો નાતો હતો. 🔲આપણા માતા-પિતા માલદાર ન હતા પણ તેઓ પૈસા કે સંપત્તિ માટે દોડ્યા નહિ પણ આપણને સાચો પ્રેમ આપ્યો, નહિ કે નિર્જીવ દુન્યવી પદાર્થ. 🔲આપણા પાસે સેલફોન, ટીવી, ડીવીડી, કોમ્પ્યુટર, ઇન્ટરનેટ ન હતા થોડાક લોકો પાસે સાયકલ કે રેડીયો હતા તેમાંથી અદભુત મનોરંજન મેળવતા. 🔲 આપણા મિત્રોના ઘેર ગમ્મે ત્યારે પહોંચી જતા અને સાથે જમતા પણ ક્યારેય તેમના ઘરે જવા ફોન કરીને પૂછવું નથી પડ્યું. મામા, ફઈ, માસી ના સંતાનો સાથે વેકેશન માં ખુબ મજા આવતી . 🔲 સંબંધીઓ ખૂબ નજીક હતા તેથી આપણા દિલ ખુશ હતા. તેથી ક્યારેય Life Insurance ની જરૂર નથી પડી. 🔲તે સમયમાં આપણે black & white ફોટામાં હતા પણ આજે તેમાં પણ રંગબેરંગી સ્મૃતિઓ જોઈ શકીએ છીએ. આજે આપણે એટલા એકલા પડી ગયા છીએ કે સેલ્ફી લેવી પડે છે. મેસેજનો છેલ્લા બોલ 🔲ઇશ્વરની મહેરબાની થી આપણે કેરોસીન ના દિવા ફાનસ થી લઇ આધુનિક લાઇટ સિસ્ટમ જોઇ. કાચા મકાન થી લઇ આધુનિક સગવડવાળા બંગલામાં રહ્યા. થીગડા વાળા કપડા થી લઇ આધુનિક સુટ પહેર્યા. સાયકલ ની સફર થી લઇ પ્લેનની સફર કરી. રેડીયો થી લઇ સ્માર્ટ ટીવીનો ઉપયોગ કર્યો. 🔲આપણે વિશિષ્ટ અને એકબીજાને સમજતી પેઢી હતા, કારણ કે આ છેલ્લી પેઢી હતી કે, જે માતા-પિતાનું સાંભળતા હતા. અને સૌથી પહેલી પેઢી છીએ કે જેમણે દીકરા દીકરી વહુ નું સાંભળવું પડે છે , અને પ્લીઝ અને સોરી વારંવાર કહેવું પડે છે. 🔲 માટે જ અત્યારે આખી દુનિયામાં ક્યાં શુ મળશે તે બતાવવા માટે ગુગલ નામનો બાપ છે, અને એલેગક્ષા નામની માં પણ છે. પણ આ બધામા એક હિતેચ્છુ મિત્ર ખોવાઈ ગયો ને માણસ સાવ એકલો થઈ ગયો છે. માટે, "જીવનમાં થોડા મિત્રો રાખજો" જે તમને હમેશા તેની યાદ અપાવતા રહેશે ને તમને જીવન જીવવાની તાકાત આપશે. માટે જ......... મિત્ર મંડળ ને. નમસ્કાર 🙏🙏🙏🙏🙏
👌👌👌
અરે, ઘણી બધી યાદો તાજી થઈ ગઈ.
બિલકુલ સાચું સર 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
Copyright © 2022, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser