નજર સામેથી ખસતો નથી એ છોકરો
લઇ ને જઈ રહ્યો છે જે
બાબા સાહેબ નો ફોટો.
જોનારા ને તો હશે :
હોસ્ટેલ છોડવા ફરજ પડાઈ રહી છે.
પણ
એતો દુનિયા છોડવા જઈ રહ્યો હતો!
કાશ.....
તંત્રે આંખ માં એની
નાખી હોત આંખ
ખભે મુક્યો હોત
હુંફાળો હાથ
ને
મંત્ર સમા
બોલાયાં હોત શબ્દ :
"બાબા સાહેબ ને વાંચવા અને ક્રાંતિ ની ચિનગારી પેટાવવી
એ કોઈ અપરાધ નથી.
પાછા વાળી દે તારા પગ."
કમ સે કમ કહેવા ખાતર ય કહ્યું હોત.
તો
જે આંગળીઓ થી સિતારાઓ ની ગાથા આલેખવી હતી
તે આંગળીઓથી
જીવનની કથા નો
અકાળે કરુણ અંત આંણ્યો ન હોત.
ને
કેટલાય સમય થી
પડછાયા બનેલા
મૂંઝવણ નાં દરિયા
એનાં હૃદય માં
ડૂબી જતાં પે 'લા
શ્વાશ બની ને છેલ્લા
તરફડયા ન હોત.
ને
વાંકુડીયા એ વાળની
સદા
મગરૂર રહેવી જોઈતી હતી
જે મા
એનું રતન
રાખ ન થયું હોત.
- દક્ષા દામોદ્રા

રોહિત વેમુલા નો જન્મદિવસ છે.
એક ભાવાંજલિ......
#RohithVemula
#gazals_timeless_emotions
#gazalspage
#Gazals
#gazalsk3k
#gazals10years

Gujarati Poem by Umakant : 111781720

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now