The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
હિંમતની પારાશીશી શી હોઈ શકે?? અસ્તિત્વ જ્યારે જોખમાતું લાગે, સાવ લગોલગ જીવાતા સંબંધો ઓલવાતા લાગે, એકલતાની મીંઢ પાછળ જાત સતત દબાતી જતી લાગે, ચારેબાજુ વસતીમાંથી કોઈ ભીતર વસતુ લાગતું બંધ થઈ જાય અને માનસિક તેમજ ઈમોશનલ તંત્ર સાવ નિર્દય રીતે પડી ભાગતુ ભાસે,તકલીફ અને પીડાની તીવ્રતા એટલી વધારે હોય કે જીવન અને મરણ વચ્ચેનો ભેદ પણ ભુસાતો જતો લાગે, જીવતાં છીએ પણ ખરા આપણે!! તેવો પ્રશ્ન જાત હજારવાર પૂછી જતું હોય અને જીજીવિષા જાગે તેવાં બધાં દરવાજા બંધ થઇ જતાં ભાસે ત્યારે પણ પોતાની જાતને સતત દઢ પણે સૂચન કરતા રહો.."Never give up". "તું"તારી પાસે છે તેનાથી વિશેષ "કોઈ"નું તારી સાથે હોવું મહત્વનું નથી. દરેક પરિસ્થિતિમાં ટકાવી રાખનાર પરિબળ "આત્મશ્રદ્ધા" ખૂબ જ દ્ઢ રાખો ખુદ માં. "આત્મવિશ્વાસ" અને "આત્મશ્રદ્ધા" વચ્ચે એ જ ફરક છે." આત્મશ્રદ્ધા" હોય ત્યાં "આત્મવિશ્વાસ" હોય જ. પણ "આત્મવિશ્વાસ" હોય ત્યાં "આત્મશ્રદ્ધા" ન પણ હોય. જીવનમાં પારાવાર તકલીફ, પીડામાંથી પસાર થતો વ્યક્તિ ભલે આત્મવિશ્વાસથી ભરપૂર દેખાતો હોય પણ ક્યારેક ડિપ્રેશન અને ફ્રસ્ટેશનથી હિંમત હારી બેસતો જોવા મળે છે. જ્યારે આત્મશ્રદ્ધા જે વ્યક્તિએ પોતાનામાં કેળવેલી હોય ને તે આવાં ગમે તેટલાં મોટાં ઝંઝાવાતમાં પણ હસતા હસતા મોં પર જિંદાદિલીના ભાવ સાથે ખુમારી રાખીને જીવી જતા હોય છે. હર ફિક્ર કો ધુએ મેં... ઉડાતા ચલા ગયાં..... મૈં જીંદગી કા સાથ .... નિભાતા ચલા ગયા... માણસને સંજોગો સામે પહોંચ કેટલી?? તે પોતાના "સ્વ"ને ઝંઝોળી શકે, પોતાને એ સંજોગો સામે ટકી રહેવા મજબૂત મનોબળ, વધુ મજબૂત આત્મસન્માન, વધુ મજબૂત એથિક્સ બનાવી શકે તેટલી. માણસ સંજોગો બદલી ક્યારેય નથી શકવાનો. પણ સંજોગોથી પોતાની જાતને વધુ સમૃદ્ધ વધું ખડતલ અને વધુ આત્મશ્રદ્ધાળુ ચોક્કસથી બનાવી શકે છે. પણ તે ક્યારે શક્ય બનશે?? જ્યારે તેને પોતાની જાત સાથે commit કર્યું હશે.."જીવનમાં કોઈ પણ પ્રકારનાં સંજોગોમાં ક્યારે હિંમત હારીશ નહીં." મિત્તલ પટેલ " પરિભાષા" અમદાવાદ
Than you
So positive 👍🏼
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
Copyright © 2022, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser