બસ યાદ રહી જાય છે,
બાકી તો માટી નંખાઈ જાય છે,
ક્યારેક આવી જાય છે, રાત્રી - એકલતામાં
તો ક્યારેક ભુલાવી પડે છે બધાની વચ્ચે
કિસ્મત તો જુઓ કેવી રમત રમે છે....!
ક્યારેક કોઈ નો સાથ અને ક્યારેક કોઈના વિરહ ની આદત પડી જાય છે,
કિસ્મત તો જુઓ કેવી રમત રમી જાય છે,
એ યાદોના વમળ માં બે બુંદ અશ્રુના વહી જાય છે,
જૂની યાદોને વિસરવા લોચન ને મન મા સંઘર્ષ રેલાય છે ,
તો પણ બસ યાદ રહી જાય છે.
એ નંખાયેલી માટીમાં બે બુંદ ઓસ ના ફરી તાજુ કરી જાય છે.
અને ફરી એ ઘટનાક્રમ રચાય છે.
- હેત

Gujarati Thought by Het Vaishnav : 111807060

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now