પળભરમાં શું થઈ જાય કોને ખબર?
કોણ કયારે દૂર થઇ જાય કોને ખબર?
ધબકતું હદય કયારે બંધ થઈ જાય કોને ખબર?
માનવીનું માટીનું તન કયારે રાખ થઇ જાય કોને ખબર?
કપરી ઘડી કયારે આવી જાય કોને ખબર?
કહેવું સરળ છે ઘણું, અઘરું તો છે કરવું,
પણ છતાંય કહું છું,
જીવી લો મન મુકીને, હસી લો દિલ ખોલીને,
એક પળ માટે ભુલી જાવ જીંદગીના દુ:ખો,
વાગોળી લો મનગમતી યાદો,
રહે ના મનમાં કોઈ વાતનો રંજ,
કહી દો મનમાં સંઘરેલી વાતો,
સમેટી લો થોડી આ પળોની યાદો.
ચૌહાણ ભાવના "મીરાં
-Bhavna Chauhan