એક સંદેશ બૉર્ડની પરીક્ષા આપવા જનાર વિદ્યાર્થીઓને


કરી તેં મહેનત વર્ષ આખુંય,
રાખ વિશ્વાસ પોતાની મહેનત પર.
કર તુ વિશ્વાસ પોતાની જાત પર,
ન ડર તુ પરીક્ષાઓથી.
પરીક્ષા થાય છે માત્ર યાદશક્તિની,
લડવાનું છે તારે તો અસ્તિત્વ માટે.
બતાવ જુસ્સો તુ એવો,
ન હારે તુ પરીક્ષામાં,
ન ડરે તુ પરીક્ષાથી.
નથી મોટી પરીક્ષા આ
જિંદગીની પરીક્ષાથી.
પાસ થશે તો ખુશી મળશે,
નાપાસ થશે તો શીખ.
હારીને હિંમત પરીક્ષાનાં ડરથી,
ખોઈશ ન જુસ્સો તુ તારો,
ભૂલથી ય ન ભરીશ તુ,
કોઈ ખોટું પગલું...
જીવન છે મહામૂલું,
ખોઈશ નહીં એને કોઈ ખોટાં ડરથી.

-Mrs. Snehal Rajan Jani

Gujarati Motivational by Tr. Mrs. Snehal Jani : 111858424

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now