શીર્ષક - "હવે"

એ અદા પણ મેં શીખી લીધી હવે;
વિના નામ લીધે ગઝલ કૈ દીધી હવે;

પડકાર તારા સ્વીકાર્યા છે જિંદગી,
હસતાં, રડતાં રોજેરોજ પીધી હવે;

કિસ્સાઓ સફળતાના કેમ વર્ણવું?
તારા વગર લાગે છે એ ફિકી હવે;

મોતી સાચવી આંખની તિજોરીમાં,
એકલાં જિંદગી જીવતાં શીખી હવે;

ચાર' દીની જિંદગી, પ્રતીક્ષા લાંબી,
મિલનની ક્યાં કોઈ નક્કી તિથિ હવે?

મનની વાત તો મનમાં રહી "વ્યોમ"
છતાં, ગઝલમાં વાત ક્યાં કીધી હવે?

✍... © વિનોદ.મો.સોલંકી "વ્યોમ"
GETCO (GEB),
મુ. રાપર.

Gujarati Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ. : 111861291

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now