શીર્ષક - "હારીને જીતી ગયાં"


એક એ છે કે અમને જોઈ જોઈને ફરી ગયાં;
ને એક અમે છીએ કે એમને જોવા તરસી ગયાં;

વાત તો હતી ફક્ત મહોબ્બત નિભાવવાની જ,
એમણે કરી બેવફાઈ, તોય અમે વફા કરી ગયાં!

ચાહતા રહ્યા છીએ અમે સદા એમની ભલાઈ,
બસ, એમના એક ઈશારે જ રસ્તેથી હટી ગયાં!

દર્દ પણ એ રીતે દિધું, કે એની ખબર જ ના રહી!
એમાં એમની ખુશી સમજી હસતા મુખે સહી ગયાં;

એમને લાગે છે કે એ જીતી ગયાં બાઝી પ્રણયની,
પણ, સમય જ કહેશે કે અમે હારીને જીતી ગયાં;

એથી વધારે તો શું સજા આપું એમની બેવફાઈની?
કે એની ધારણા વિરુદ્ધ અમે જીવનભર હસી ગયાં;

"વ્યોમ" જેટલું વિશાળ રાખ્યું છે અમે કાયમ દિલ,
એટલે જ એમના હર ગુનાહ અમે માફ કરી ગયાં;

✍... © વિનોદ.મો.સોલંકી "વ્યોમ"
GETCO (GEB),
મુ. રાપર.

Gujarati Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ. : 111862484

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now