શીર્ષક - "કારણ ના પૂછશો મને પ્રેમનું"


કારણ ના પૂછશો મને પ્રેમનું, હું તો બસ પ્રેમ કરી જાણું છું;
હું તો બસ કોઈના દિલમાં તો કોઈના શબ્દોમાં રહી જાણું છું;

આંસુઓને અમારાં સજાવ્યાં છે કંઈક એમ મેં પાંપણો પર,
પ્રભાતે પર્ણ પર રેલાયેલી *શબનમની* બુંદો કહી જાણું છું;

મોતે જ તો આપી છે આખરે મને ખુદને મળવાની એક તક,
બહાનું એ આગળ ધરીને પણ એ પ્રસંગ ઉજવી જાણું છું;

ના વહાવતાં તમે, એક પણ આંસુ મારી મૈયત પર દોસ્તો!
તમારો સાથ આપવા માટે મારી નહીં હોય હાજરી જાણું છું;

જાણીતી આ મહેક ક્યાંથી આવી ગૈ મારી કબ્ર પર? "વ્યોમ"
કદાચ એ આવ્યાં હોય કબર પર બસ અનુભવી જાણું છું;


✍... © વિનોદ.મો.સોલંકી "વ્યોમ"
GETCO (GEB),
મુ. રાપર.

Gujarati Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ. : 111865613

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now