શીર્ષક - "હરિને અરજી"

એટલી અરજી આજ મારી હરિને;
અવતરો ધરા પર અવતાર ધરીને;

થયો છે દિશાહીન આજ મનુષ્ય,
રાહ દેખાડો કોઈ ચમત્કાર કરીને;

સાચી શ્રદ્ધાથી થતો રહ્યો વિમુખ,
અંધશ્રદ્ધા રસ પીવે પ્યાલા ભરીને;

જરૂર છે તમારી ધરતી ઉપર હવે,
શીખવો આવી કેમ ઊગવું ખરીને;

શેષ શૈયા છોડીને "વ્યોમ" વાસી,
આવો અવની પર તમે અવતરીને;

✍... © વિનોદ.મો.સોલંકી "વ્યોમ"
GETCO (GEB),
મુ. રાપર.

Gujarati Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ. : 111866830

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now