Gujarati Quote in Whatsapp-Status by Ravi Lakhtariya

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સ્ત્રી એ ઘરનું અજવાળું છે જેમ સૂરજ એ પૃથ્વી પરનું.

આજે સમય બદલાય રહ્યો છે સ્ત્રી સશક્તિકરણ માટે ઘણા પ્રયત્નો થઇ રહ્યા છે. આજે સ્ત્રી દેશ ચલાવી રહી છે. બેટી બચાવો બેટી પઢાઓ જેવી અનેક પ્રેરણા સ્ત્રોત કાર્યો, ફિલ્મ, નાટકો, સ્પીચ દ્વારા કરવામાં આવે છે.

પણ હકીકત તદન અલગ છે. નારી તું નારાયણી, નારી તું શક્તિ એ આજનું નહી પણ ‌પૃથ્વી જન્મથી જ છે.ક્યાંય બીજે નારીને પૂજવામાં નથી આવતું. જ્યારે આપણે નવરાત્રિ, ઘણાં ઉપવાસ ઘણું બધું કરીએ છીએ.તો આ જરૂર શું.

નર નારી સર્વે સમાનના ચક્કરમાં આપણે રીત બદલતા જઇ રહ્યા છે.સ્ત્રી બહાર જઇ રહી છે નોકરી ધંધે અર્થે અને ‌આજે ભણીને બહાર જ નોકરી કરવી એક ભયંકર પ્રથા શરૂ થઇ છે.ખબર નહી કેમ? લોકો કહે છે આટલું ભણ્યા છીએ તો નોકરી કરવી જોઇએ ને.

વાત સાચી છે કે આટલું ભણ્યા હોય તો નોકરી કરવી જોઇએ.પણ ક્યાંક એવું નથી લાગતું કે સ્ત્રી જાતે જ ઘણો ભાર (બડૅન) પોતાને આપી રહી છે.

એક કહેવત પ્રચલિત છે. જિસકા કામ ‌ઉસીકો સાજે.
પણ લોકો સતત પોતાને કરતા બીજાને સાબિત કરી રહ્યા છે

હવે થોડી હકીકત તરફ વળીએ. નોકરી કરવા જાય તો થાકી જશે કામ નહી કરી શકે ઘરનું. આપણે ફોસૅ પૂવૅક કરી પણ ન શકાય. તો પછી ઘરનું કામ કેમ કોણ કરે?

જો એક વ્યક્તિ કામ કરે તેનાથી ઘરની વસ્તુઓની સગવડતા પૂરી થઇ શકે તો નોકરી કેમ કરવી. નોકરી કરીને ઘરમા નોકરાણી રાખવી, જે કમાઇ છીએ એ બીજાને આપવી. તો તે કમાવવાનું શા કામનું?

એક ઘર એવું છે જ્યાં ૨ કે ૩ પુરુષ છે. ઘરમાં કોઇ સ્ત્રી નથી. કામ ચાલ્યું જાય છે. ત્રણ ટક જમવાનું થઇ જાય છે સારું. કપડા ધોવા વાળા કપડા અને વાસણ ઉટકવા વાળા વાસણ ઉટકી જાય છે.

પણ શું લાગે એ ઘરમાં અજવાળું છે.કારણ આખો દિવસ ઘર બંધ જ હશે.

હવે બીજું ઘર જ્યાં સ્ત્રી છે પણ સરળ તે નોકરીએ જાય છે.
તો તે ઘરમા અજવાળું છે?

હવે વાત કરીએ શા માટે સ્ત્રી સમાન હકની વાત કરે છે.?
તેનો દરજ્જો ઉંચો છે શા માટે છતા સમાન હકના ચક્કરમાં નીચે આવે છે.
ઉદાહરણ તરીકે બને પતિ પત્ની નોકરીએ જાય છે. પતિ પણ ઘરના કામમાં મદદ કરે છેપણ પતિ શું શું કરી શકે. એ ચોખ્ખાઈ થી સાફ સફાઈ કરી શકે, કપડા વાસણ ધોઇ શકે જે એક સ્ત્રી કરી શકે.

પતિ કે પુરુષ ખાવાનું તો એ પણ બનાવી શકે, પણ એ સ્વાદ લાવી શકે જે સ્ત્રીઓના હાથેથી બનેલ ખોરાકમાં હોય.
હોટલમાં દરેક જમવા જઇએ છીએ. પણ એ સ્વાદ મળે નહી.તો કેમ શા માટે સ્ત્રી એ ઘરનું અને બહારનું બંને કામ કરી માથે બડૅન લઇ રહ્યા છે.

જે સ્ત્રીમાં કળા છે સારું ખાવાનું બનાવવાનું, સાફ સફાઈ તે પુરુષ ના કરી શકે.એટલે તો પુરુષને પહેલેથી બહાર જવા દેવામા આવે છે કામ કરવા.
પણ આજે નોકરી કરવી છે ઘરના કામ નહી, હોટલમા જમવું છે ઘરમા નહી.તો શું પુરુષ એકલો રહીને ના કરી શકે? તો સ્ત્રીની જરૂર શું?. જો પરણીને પણ બીજો પુરુષ જ ઘરમા લાવવાનું હોય તો.

એક ઉદાહરણ એ છે સ્ત્રી જો શક્તિ ના ગણાતી હોત તો પુરુષ પણ ‌છોકરાને જન્મ આપી શકતો હોત. ભગવાન એ રચી શકત ને.પણ નહી.કેમ નહી?

ભાગ- ૨ પછીના પોસ્ટમાં.

Gujarati Whatsapp-Status by Ravi Lakhtariya : 111870156
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now