લાગણીઓ માણવાની છે અહીં જાણવામાં જ રહી જવાય છે...
જીવવા માટે હોય છે જિંદગી અહીં જીતવામાં જ હારી જવાય છે...
મંજીલે પહોંચવાની રેસમાં અહીં સાથીદારો ચૂકી
જવાય છે...
સદીઓ જીવવાની લાઈનમાં અહીં ક્ષણને જતી
કરાય છે...
વિચારોના વરસાદમાં અહીં સમજદારી ભૂલી
જવાય છે....
લાગણીઓના અતિરેકમાં અહીં મર્યાદા ચૂકી
જવાય છે...
કર્મોની ગણતરીઓમાં અહીં ભાવનાઓ ભૂલી
જવાય છે...
ગીતાના ઉપદેશો રટતા અહીં કૃષ્ણને ચૂકી જવાય છે....
રાધાકૃષ્ણના પ્રેમમાં અહીં સુદામાને ભૂલી
જવાય છે ....
પથ્થરમાં ભગવાનને પૂજતા અહીં પ્રકૃતિથી જ છુટી જવાય છે...
બહાર પ્રેમને શોધતા અહીં સ્વને ભૂલી જવાય છે ...
જે હંમેશા આપણી અંદર છે એવા બ્રહ્મને ચૂકી
જવાય છે ..