" ચા " ની ચાહ રહી મારે નિરંતર.
ના દૂર કરી શકું ક્યારેય સદંતર.
રવિ પ્રથમકિરણે એની હાજરી,
સ્ફૂર્તિ સંચારે પહોંચતા જઠર અંદર.
સુસ્તીને વિદારીને જીવનબળ આપે,
મંદિરવિનાની માતાની કેટલી અસર !
ટેનિનનો લગાવ આદિકાળથી રહ્યો,
એનાથી અળગા થવાનું હો નિરુત્તર.
દેવી કલિયુગની સંજીવની ભાસનારી,
મૂર્છા ઉડાડી પ્રાણ પૂરતી સત્વર.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.